Unsplash અપેક્ષા નહીં! તો ઉપેક્ષા સહી લેશું,
કહેશો તમે જે એ રીતે રહી લેશું.
છે મળવાનો આનંદ વધારે નથી કાંઈ,
ને ખુદમાં વિરહ વેદના પણ ધરી લેશું.
હજી યાદ છે સઘળું ભૂલી જવાનું તે,
બને એટલી કોશિશો પણ કરી લેશું.
ઘણીવાર હું ખુદને પામી તો ગયો છું,
આ સમંદર ને ખુદમાં હવે તો ભરી લેશું.
હશે! થોડી અગવડતા પણ નીલને પડશે,
છે ભીતરના દ્વંદો બધાં પણ! લડી લેશું.
- નિલમકુમાર બુધ્ધભટ્ટી - અંજાર
©neel
#lovelife #Poetry #gujarati