ડૂબી જવાય છે સ્નેહના દરિયામાં!,
મઝધારે બચવાનો કિનારો નથી હોતો;
મળતી રહે ભલે ને અઢળક ઘાતો,
મળતો બધો આઘાત ગોઝારો નથી હોતો;
દિલ ખોલી હસી નાખું હું પણ બધા સામે ,
હૃદય છે કંઈ હાસ્યનો પટારો નથી હોતો ;
ભલે ને જામ્યો માહોલ જાતને ઢાંકવાનો,
પણ મનને ઢાંકવાનો ઠઠારો નથી હોતો;
સમય છે હજી ઈશ્વરમાં લીન થવાનો,
કુદરતનો બધે જાકારો નથી હોતો;
લક્ષ્યને મેળવવા ઘણી પછડાટ ખાવાનો,
પણ મળતો અનુભવ નઠારો નથી હોતો;
અંધકાર જો મળે તો ય અપનાવી લેવાનો,
બધે ચમકતો સિતારો નથી હોતો;
હાસ્યનો રંગ ઉતરતા એમ થોડી હારવાનો ‘અનંત’?
જગમાં કુદરતથી મોટો ચિતારો નથી હોતો.
— સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’
— 2:35 pm
— 5/1/2023
©Siddharth Rajgor 'અનંત'
#gujaratiquotes