ડૂબી જવાય છે સ્નેહના દરિયામાં!, મઝધારે બચવાનો કિના | ગુજરાતી Shayari V

"ડૂબી જવાય છે સ્નેહના દરિયામાં!, મઝધારે બચવાનો કિનારો નથી હોતો; મળતી રહે ભલે ને અઢળક ઘાતો, મળતો બધો આઘાત ગોઝારો નથી હોતો; દિલ ખોલી હસી નાખું હું પણ બધા સામે , હૃદય છે કંઈ હાસ્યનો પટારો નથી હોતો ; ભલે ને જામ્યો માહોલ જાતને ઢાંકવાનો, પણ મનને ઢાંકવાનો ઠઠારો નથી હોતો; સમય છે હજી ઈશ્વરમાં લીન થવાનો, કુદરતનો બધે જાકારો નથી હોતો; લક્ષ્યને મેળવવા ઘણી પછડાટ ખાવાનો, પણ મળતો અનુભવ નઠારો નથી હોતો; અંધકાર જો મળે તો ય અપનાવી લેવાનો, બધે ચમકતો સિતારો નથી હોતો; હાસ્યનો રંગ ઉતરતા એમ થોડી હારવાનો ‘અનંત’? જગમાં કુદરતથી મોટો ચિતારો નથી હોતો. — સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’ — 2:35 pm — 5/1/2023 ©Siddharth Rajgor 'અનંત' "

ડૂબી જવાય છે સ્નેહના દરિયામાં!, મઝધારે બચવાનો કિનારો નથી હોતો; મળતી રહે ભલે ને અઢળક ઘાતો, મળતો બધો આઘાત ગોઝારો નથી હોતો; દિલ ખોલી હસી નાખું હું પણ બધા સામે , હૃદય છે કંઈ હાસ્યનો પટારો નથી હોતો ; ભલે ને જામ્યો માહોલ જાતને ઢાંકવાનો, પણ મનને ઢાંકવાનો ઠઠારો નથી હોતો; સમય છે હજી ઈશ્વરમાં લીન થવાનો, કુદરતનો બધે જાકારો નથી હોતો; લક્ષ્યને મેળવવા ઘણી પછડાટ ખાવાનો, પણ મળતો અનુભવ નઠારો નથી હોતો; અંધકાર જો મળે તો ય અપનાવી લેવાનો, બધે ચમકતો સિતારો નથી હોતો; હાસ્યનો રંગ ઉતરતા એમ થોડી હારવાનો ‘અનંત’? જગમાં કુદરતથી મોટો ચિતારો નથી હોતો. — સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’ — 2:35 pm — 5/1/2023 ©Siddharth Rajgor 'અનંત'

#gujaratiquotes

People who shared love close

More like this

Trending Topic