વર્ષો પછી જોજે તું મળશે મને
ભૂલેલું બધું યાદ આવશે તને
ઘડી બે ઘડી વાગોળશે તું
કેમ છે શું કરે પૂછશે તું
જવાબો મારા ખબર હશે તને
સવાલો તો પણ તું કરશે મને
જૂની આદત છે તારી પજવશે તું
મારા કરેલા પ્રેમ પર હસશે તુ
હાંસિલ બધી સિદ્ધિઓ સંભળાવશે મને
પછી પ્રતિભાવો મારા કઠણ લાગશે તને
તારા હોઠો ની લાલી બતાવશે તું
ભરાઈ આવેલો ડુમો છુપાવશે તું
હાથોમાં મારા સિગરેટ દેખાશે તને
એક જૂની આગનો ધુમાડો ઘૂટસે મને
તારા સાથી સામે અચકાશે તું
સહજતાથી મારું નામ લેશે તું
મન માને કે ના માને તું મળી લેજે મને
રણ ને મળી રસધાર એવુ લાગશે તને!
• સંદિગ્ધ
©Shreyashkumar Parekh
#Barsaat