ભાર વગરનું ભણતર" આ વિષય પર કેટલાય વક્તાઓ બોલી ગયા | ગુજરાતી Video

""ભાર વગરનું ભણતર" આ વિષય પર કેટલાય વક્તાઓ બોલી ગયા છે. છતાં શું આમાં કોઈ ફેરફાર થયેલો જોવા મળે છે? વક્તાઓ તો માત્ર બોલીને સમાજને જાગૃત કરી શકે છે પણ તેના વિરુદ્ધ કોઈ પગલું નથી ભરી શકતા.આજકાલના અમુક શિક્ષકો એ શિક્ષક નહીં પણ "ટ્યુશનીયા શિક્ષક" થઈ ગયા છે. પોતાની શાળામાંથી જે બાળકો ટ્યુશનમાં આવે તેને જ બધા લાભ મળે! અન્ય બાળકો સાથે તો એવો વ્યવહાર કરવામાં આવે કે જાણે તે કોઈ મોટું પાપ કરીને આવ્યો હોય. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આ હકીકત છે.આવા બાળકોને આખા ક્લાસ વચ્ચે ઉતારી પાડવાની તો જાણે ડિગ્રી લઈ લીધી છે. કોઈ એવા શિક્ષક પણ હોવા જોઈએ કે જ્યારે બાળક ચિંતામાં હોય ત્યારે તે બાળકના માથા પર હાથ ફેરવીને કે પ્રેમથી ગળે લગાવીને કહે કે "બેટા! ચિંતા ના કર બધું ઠીક થઈ જશે" પણ હાલના સમયમાં આવા શિક્ષકો તો ભાગ્યે જ જોવા મળે છે સૌ પ્રથમ તો શિક્ષક બનવા માટે તો માતૃત્વનો ભાવ હોવો જરૂરી છે કહેવાય છે ને કે "મા ના સ્તર પર જઈને શીખવે તે માસ્તર" ©Drashti Desai "

"ભાર વગરનું ભણતર" આ વિષય પર કેટલાય વક્તાઓ બોલી ગયા છે. છતાં શું આમાં કોઈ ફેરફાર થયેલો જોવા મળે છે? વક્તાઓ તો માત્ર બોલીને સમાજને જાગૃત કરી શકે છે પણ તેના વિરુદ્ધ કોઈ પગલું નથી ભરી શકતા.આજકાલના અમુક શિક્ષકો એ શિક્ષક નહીં પણ "ટ્યુશનીયા શિક્ષક" થઈ ગયા છે. પોતાની શાળામાંથી જે બાળકો ટ્યુશનમાં આવે તેને જ બધા લાભ મળે! અન્ય બાળકો સાથે તો એવો વ્યવહાર કરવામાં આવે કે જાણે તે કોઈ મોટું પાપ કરીને આવ્યો હોય. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આ હકીકત છે.આવા બાળકોને આખા ક્લાસ વચ્ચે ઉતારી પાડવાની તો જાણે ડિગ્રી લઈ લીધી છે. કોઈ એવા શિક્ષક પણ હોવા જોઈએ કે જ્યારે બાળક ચિંતામાં હોય ત્યારે તે બાળકના માથા પર હાથ ફેરવીને કે પ્રેમથી ગળે લગાવીને કહે કે "બેટા! ચિંતા ના કર બધું ઠીક થઈ જશે" પણ હાલના સમયમાં આવા શિક્ષકો તો ભાગ્યે જ જોવા મળે છે સૌ પ્રથમ તો શિક્ષક બનવા માટે તો માતૃત્વનો ભાવ હોવો જરૂરી છે કહેવાય છે ને કે "મા ના સ્તર પર જઈને શીખવે તે માસ્તર" ©Drashti Desai

#kitaabein #Student #Teacher #motivate #Nojoto

People who shared love close

More like this

Trending Topic