અંતરમન માં સત્ય ના ભાવ થી વાસ્તવિક સત્ય ની અનુભૂતિ કરી શકાય છે. સત્ય ની અનુભૂતિ થી મન તેની ભ્રાંતિઓ અને માયાજાળ થી અવગત થાય છે. સત્ય ના સ્વીકાર થી આ મન માયા થી મુક્ત થાય છે અને માયામુક્ત મન માં જ પ્રેમ નો સંચાર સંભવ છે. પ્રેમ સાધના સ્વરૂપ છે. નિર્દોષ છે. બંધનો થી મુક્ત છે અને એવા પ્રેમ ની અનુભૂતિ થી અંતરમન પ્રેમમય બને છે. સંસાર ને નિહાળવાનો નવો અભિગમ અંતરમન ની અંદર જન્મ લે છે. પોતે સમગ્ર સંસાર થી પૃથક નથી એ સત્ય સમજાય છે. આ સમગ્ર સંસાર જ્યારે પોતીકો લાગવા લાગે ત્યારે મન કરુણા ને જન્મ દે છે. કરુણાથી સહયોગ ની ભાવનાઓ જાગે છે અને સહયોગ ની ભાવનાથી સમગ્ર સંસાર નું હીત અને કલ્યાણ થાય છે. કરુણામય હૃદય થી કરેલા કર્મો સુખ ની પ્રાપ્તિ કરાવે છે. એ સુખ મન ને તૃપ્તિ અને શાંતિ નો અનુભવ કરાવે છે. એ સુખ નશ્વર નથી, માયા નથી. શાંત અને તૃપ્ત મન પોતાના આરાધ્ય થી એકિકાર નો અનુભવ કરે છે અને મન જીવતે જીવત મોક્ષ નો અનુભવ કરે છે.
- મારા અનુભવો
©Jay Trivedi
#myexperiences #Truth #love #compassion #RuDra