'રામ'નામધારી રાવણ અમે જોયા ઘણા.
એ વિચારે સાચા રામને અમે ખોયા ઘણા.
દાઝેલો દૂધનો છાશ પણ ફૂંકીને પીનારો,
વર્તને માનવીના દગાઓ વળી રહ્યા ઘણા.
હતી એક મંથરા રામરાજ્યને અટકાવતી,
એના ભરોસે ખોટા કોઈને પરખ્યા ઘણા.
આજ પણ વિભીષણ શક્ય છે શોધો તો,
બાકી સ્વાર્થરત સઘળે અમને મળ્યા ઘણા.
હયાત છે જટાયુસમા સહાયતા કરનારા,
બાકી ગરજ સરતાંને વૈદ વેરી થયા ઘણા.
નામ એ તો પ્રાકૃત ઓળખ રહી આપણી,
કેવળ કામથકી જાણીતા નજરાયા ઘણા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
©ચૈતન્ય જોષી
જોયા ઘણા.