દેશ નો શ્રમિક
વાત ખાલી એટલી જ હતી કે
તે ભારતમાં રહેતા શ્રમિક હતાં,
દેશમાં એક જ મહામારી આવી ને
સરકાર પણ તેમને ભૂલવા લાગી,
દુનિયા ના ખૂણે ખૂણે થી લવાયા જન
પણ જે દેશમાં તેઓને ભૂલી જવાયા,
ભૂલ ખાલી એટલી જ હતી, એમની કે
દેશ માં જ રોજગારી મેળવી હતી,
આવા ક્ષણે માલિકે સાથ છોડ્યો, હશે,
ત્યારે શ્રમિક આર્થિક રીતે તૂટ્યો હશે,
અમને રસ્તો ઘણો ટૂંકો લાગ્યો, જ્યારે
મંજિલે ઘર નું બારણું દેખાવા લાગ્યું
ખભે બેઠી માં, બાળ એનું કેડમાં,છતાં
વજન ક્યાં હતું, જેટલું એની જડમાં,
ભૂખ્યો છે દિવસો, નસીબે જળની મળ્યું
પ્રકૃતિ સમજી દુઃખને,નદી ને ઝાડ મળ્યું,
ભરી આંખે જતાવી એની સફર ની વ્યથા, કે
"તૂટ્યા છે મારા પગરખાં,હીંમ્મતને હજી વાર"
~ધીરજ પરમાર
#દેશનો_શ્રમિક