લઈને કોઈ માંગણી, નહિ આવું હરિ તારા દ્વારે.
લૈને યાચનાઓ ઘણી, નહિ આવું હરિ તારા દ્વારે.
માનવો છે આભાર તારો માનવદેહ આપવા બદલ,
પ્રાર્થનાઓ ગણીગણી, નહિ આવું હરિ તારા દ્વારે.
ૠણી છું તારો કૃપાનિધિ, નથી ચૂકવી શકતો કદી,
લૈ આશા વૈંકુઠ તણી, નહિ આવું હરિ તારા દ્વારે.
સાવ અભણની કક્ષા મારી હરિવર તું ઓળખજે,
ડીગ્રીઓ કે ભણીગણી, નહિ આવું હરિ તારા દ્વારે.
તું જ ધ્યાન રાખી સાચવજે મને હોય જ્યાં ખરાખરી,
ભલેને વખત આવે અણી, નહિ આવું હરિ તારા દ્વારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
©ચૈતન્ય જોષી
નહિ આવું.