માચીસ, ખંજર, ખુન - ખરાબા,
રામ - રહીમે શું કર્યા ઈશારા?
ધર્મ - જાતિના ભેદ કરાવી,
ઠેકેદારોએ બહુ ભર્યા પટારા.
માસૂમ જનતા ને બાળક સમજી,
બુદ્ધિમાનોએ બહું મજા ઉઠાવ્યા.
ઉપેક્ષિત દળોએ શાંતિ ઈચ્છી તો,
'રુદ્ર' બુદ્ધમાં તે સર્વે સમાયા!
- જય ત્રિવેદી ("રુદ્ર")
- ૦૫/૦૮/૨૦૨૪
©Jay Trivedi
#budhha #Original #mr_trivedi #poem ગુજરાતી ટૂંકી કવિતા