પહેલાં મર્યાદા તારી સ્વીકાર તું.
પછી લક્ષ્ય કોઈ તારું ધાર તું.
કઠોર પરિશ્રમ છે જ નિર્વિકલ્પ,
પુરુષાર્થને જીવનમાં આચાર તું.
વરસાદ થશે ટીકાટિપ્પણનો કૈં,
વધ આગળ; ના ગણકાર તું.
અંતરાયો વાટ જોઈને જ બેઠા,
કર્મયોગી બની એને પડકાર તું.
ધૈર્યકંથા ગ્રહી નિજ સંગાથમાં,
મુસીબતોથી કદીએ ના હાર તું.
આત્મવિશ્વાસ રાખ અડીખમ,
સફળતા રોપશે તુજકંઠે હાર તું.
રહેજે સમ્યક વિજયવેળા આવી,
માનજે પરમેશ્વરનો આભાર તું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
©ચૈતન્ય જોષી
પુરુષાર્થ.