*પરિણામ* આજે ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પ | ગુજરાતી Vide

"*પરિણામ* આજે ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામો જાહેર થયા. ઘણાં વિદ્યાર્થીઓને લાગતું હશે કે પોતાની મહેનત કરતાં ઓછા ગુણ પ્રાપ્ત થયાં તો ઘણાં વિદ્યાર્થીઓને પોતાની માત્ર પાસ થવાની અપેક્ષા કરતાં વધુ ગુણ આવ્યા હશે. આખાય વર્ષની મહેનતનું મૂલ્યાંકન માત્ર ૩ કલાકમાં થતું હોય છે, તમે શું વાંચ્યું છે એના કરતાં કેવું વાંચ્યું છે અને કેટલું આપી શક્યા છો એ વધુ મહત્વનું છે.મહેનત મુજબ ફળ ન મળતાં હતાશાની સાંકળો તોડી મુક્ત મનથી પરિણામ જે આવ્યું એ મનોબળ મજબૂત રાખી એને સહજતાથી સ્વીકારી ભૂલો સુધારવા સતત પ્રયત્નશીલ રહેવું એજ સાચું સ્પીરીટ છે. યાદ રાખજો લોકોને માત્ર પરિણામથી નિસ્બત છે પ્રયત્નોથી નહીં. દરેક અંતથી એક નવી શરૂઆત થતી હોય છે. *તણખો*– જાતને સવાલ કરો કે ' શું મે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે?' જવાબ જો હા આવે તો આત્મસંતોષ મેળવવો અને જો ના આવે તો!! ફરિયાદ કરવાનું બંધ કરી દેવું અને એક ઊડતી વિશ્લેષણ ભરી નજર સ્વ માં નિહાળવી... — સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’ 31/5/2023 ©Siddharth Rajgor 'અનંત' "

*પરિણામ* આજે ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામો જાહેર થયા. ઘણાં વિદ્યાર્થીઓને લાગતું હશે કે પોતાની મહેનત કરતાં ઓછા ગુણ પ્રાપ્ત થયાં તો ઘણાં વિદ્યાર્થીઓને પોતાની માત્ર પાસ થવાની અપેક્ષા કરતાં વધુ ગુણ આવ્યા હશે. આખાય વર્ષની મહેનતનું મૂલ્યાંકન માત્ર ૩ કલાકમાં થતું હોય છે, તમે શું વાંચ્યું છે એના કરતાં કેવું વાંચ્યું છે અને કેટલું આપી શક્યા છો એ વધુ મહત્વનું છે.મહેનત મુજબ ફળ ન મળતાં હતાશાની સાંકળો તોડી મુક્ત મનથી પરિણામ જે આવ્યું એ મનોબળ મજબૂત રાખી એને સહજતાથી સ્વીકારી ભૂલો સુધારવા સતત પ્રયત્નશીલ રહેવું એજ સાચું સ્પીરીટ છે. યાદ રાખજો લોકોને માત્ર પરિણામથી નિસ્બત છે પ્રયત્નોથી નહીં. દરેક અંતથી એક નવી શરૂઆત થતી હોય છે. *તણખો*– જાતને સવાલ કરો કે ' શું મે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે?' જવાબ જો હા આવે તો આત્મસંતોષ મેળવવો અને જો ના આવે તો!! ફરિયાદ કરવાનું બંધ કરી દેવું અને એક ઊડતી વિશ્લેષણ ભરી નજર સ્વ માં નિહાળવી... — સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’ 31/5/2023 ©Siddharth Rajgor 'અનંત'

#flowers #thougts #Opinion #OpinionandThought

People who shared love close

More like this

Trending Topic