તમે જ છો
મારાં હાર્દ ની વ્યથા ને,
જાણનાર તો તમે જ છો.
મારાં શબ્દો ની મૂંઝવણ ને
ઉકેલનાર તો તમે જ છો.
મારી આંખો ની ભાષાને,
વાંચનાર તો તમે જ છો.
મારી મૌન ભરી લાગણી ને,
સમજનાર તો તમે જ છો.
મારાં ગરમ ગુસ્સા ને,
ટાઢક આપનાર તો તમે જ છો.
હું છું વહેતી નદીને મને,
આવકારનાર દરિયો તો તમે જ છો.
મારાં હોઠોનું,
તરંગીત સ્મિત તો તમે જ છો.
મારાં અઢળક પ્રેમનાં ,
હકદાર પણ તમે જ છો.
©'મધુ'
#madhu
@Madhu