A day without laughter કોરા બનેલા આકાશમાં થોડાક ધબ્બા જણાયા,
જોયું તો અડધો ચાંદ ને અસંખ્ય તારા જણાયા.
લાગણી માંડ-માંડ જ વિસ્તરી રહી હતી અહીંયા,
લાગી નજર ને ત્યાં પણ નફરતના બારા જણાયા.
આમ તો વરસતી નહોતી આ આંખો ક્યાંય પણ,
છતાં, જ્યાં વરસી ત્યાં આંસુઓ ખારા જણાયા.
સ્વજનોને ભલે દિવસે/દિવસે ગુમાવતો રહ્યો હું,
પણ, જયારે મળ્યા સામે ત્યારે એ મારા જણાયા.
ચાલતું જીવન અટકી પડ્યું, સામે મૃત્યુ હસતું તું,
કોઈ નહીં પોતાનું, હતા એ બધા પરાયા જણાયા.
જીગર_અનામી રાઇટર
©jigar anami writer
#khwaab