......મમ્મી પપ્પા હું મોટો થઈ ગયો.....
મમ્મી ના ખોળે રમતા હું ક્યાં મોટો
થઈ ગયો ખબર જ ના પડી
આમ અમસ્તાં વિચારો કરતા કરતા
સગા સ્નેહી ઓ ના વહેવાર માં જવા
લાગ્યો ,ખબર જ નો પડી કે હું મોટો થઈ ગયો
પપ્પા ના ખભે બેસીને દુનિયા જોતો આજે હું
પપ્પા ને મારા વાહન પાછળ બેસાડી ફરતો થઈ ગયો
પપ્પા હું મોટો થઈ ગયો
મિત્રો સાથે ચા ની ચૂસકી અને મજા કરતો
આજે હું પણ વહેવારો સાચવતો થઈ ગયો
હું ખરેખર મોટો થઈ ગયો,સંબંધીઓ ના
સુખ દુઃખ માં સહભાગી થતાં શીખી ગયો
હું આજે મોટો થઈ ગયો.....
©RjSunitkumar
#deep_thoughts