Unsplash પપ્પા,......
સ્વીકારી લીધી છે ઘણી નાની મોટી વાતોને મનમાં,
કેમના અધૂરા દિવસો પૂરા થાય વાતો કર્યા વિના,
નથી રહી કોઈ જીદ જેને પૂરી કરવા રિસાઈ જાઉં,
નથી રહી કોઈ કલ્પના જેના સપના જોઉં,
છબી જોઈ તમારી મનને શાંત કરું ,
વિખેરાઈ જાય મન તોય મનને રાજી કરું,
છું તમારી લાડકી દિકરી ,
એટલે તો આકરી જીંદગીની શરતો સ્વીકારી છે,...
©Meena Prajapati
#Book જૂની કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા લાગણી કવિતા