ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું, પીડા એની જ ર | English Video

ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું,
પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું

તને નીંદર નથી આવી ને તારે ઘેર તું જાગે,
મને એક એવી અટકળ છે અને હું એટલે જાગું.

મને એ ઊંઘતો જોઈ રખે, બીજેય ચાલ્યાં જાય,
ગઝલના શે'ર નિશાચર છે અને હું એટલે જાગું.

People who shared love close

More like this

Trending Topic