સન્માન હોય કે અપમાન તટસ્થ છું હું.
વિજય હોય કે પરાજય તટસ્થ છું હું.
નથી અપેક્ષા કરી કે કામની કદર થાય,
વખાણ હોય કે પછી ટીકા તટસ્થ છું હું.
મને તો મજા છે કર્મયોગી બનવામાં જ,
સફળતા મળે કે નિષ્ફળતા તટસ્થ છું હું.
" વાહવાહી " ની લત બૂરી ન સતાવે કદી,
શાંતિ હોય કે પછી ઉકળાટ તટસ્થ છું હું.
કર્મફળ કે પ્રારબ્ધ ના કદી પણ ડરાવે મને,
સ્વીકાર હોય કે ધિક્કાર તટસ્થ છું હું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
©ચૈતન્ય જોષી
તટસ્થ છું.