writing quotes in hindi તકદીર ખુદ ઈશ્વરે લખી પણ ગમી નથી
સારું થયું કે કોઈ મનુજે લખી નથી
કેવા શુકન માં પર્વતે આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી
શ્રદ્ધા નો જો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાન માં તો ક્યાંય પયગંબરની સહી નથી
ડુબાડી દઈ શકુ છું ગળાડૂબ સ્મિત ને
મારી કને તો કંઈ અશ્રુ ઓની કોઈ કમી નથી
મૃત્યુ ની ઠેશ વાગશે તો શું થશે "જલન"
જીવનની ઠેસ ની કળ વળી નથી..
✍️ જલન માતરી
©RjSunitkumar
dil thi